એલ્યુમિનિયમના વાસણમાં રાંધવા થી, તમારા શરીરમાં શું અસર થાય છે?
આપણું શરીર આટલું એલ્યુમિનિયમ ગ્રહણ કરવામાં રાખવામાં સમર્થ નથી. જેના કારણે શરીરમાં ઘણી ગંભીર બીમારીઓનું જોખમ રહેલું છે. જો તમે નજીકથી જોશો તો, એલ્યુમિનિયમના વાસણોમાં બનાવવામાં આવતો ખોરાક તેનો રંગ બદલી દે છે અને અનોખી વાસ પણ આવે છે.
આપણા દેશમાં જ્યારે અંગ્રેજો રાજ કરતા ત્યારે આપણા કેદીઓને તે ઓ હંમેશા એલ્યુમિનિયમ ના વાસણોમાં જ ખાવાનું આપતા જેથી તેઓ શારિરીક અને માનસિક રીતે અસ્થિર થ ઇ જાય અને તેમની સામે લડવાનુ છોડી દે.ત્યારથી અત્યાર સુધી આપણે એલ્યુમિનિયમ ના વાસણોમાં રસોઈ બનાવીને છીએ,અને તેના કારણે જ આપણાં દેશના બાળકો અને યુવાનોમાં શારિરીક અને માનસિક શક્તિ માં સતત ઘટાડો થયો છે.
એલ્યુમિનિયમ ખોરાક સાથે પ્રતિક્રિયા આપે છે અને આથી તે આપણા શરીર પર ખરાબ અસર કરે છે. ટામેટાં જેવા એસિડિક પદાર્થો સાથે એલ્યુમિનિયમ પ્રતિક્રિયા આપે છે. એલ્યુમિનિયમમાં થતી પ્રતિક્રિયા ખોરાક દ્વારા આપણા શરીરમાં પહોંચે છે.
આટલું જ નહીં, આપણે વર્ષોથી એલ્યુમિનિયમના વાસણોમાં રસોઇ બનાવી રહ્યા છીએ, જેના કારણે એલ્યુમિનિયમ આપણા સ્નાયુઓ, કિડની, યકૃત અને હાડકાંમાં પણ જમા થઈ જાય છે.
આને કારણે આપણા શરીરમાં અનેક પ્રકારના ગંભીર રોગો થાય છે. તેથી આપણે હંમેશાં લોખંડ અને માટીના આને તાંબાના કે કાંસા ના વાસણોમાં જ રાંધવું અને ખાવું જોઈએ. તેમાં ખોરાક રાંધવાથી તમારું શરીર પણ સ્વસ્થ રહે છે અને તે જ સમયે ખોરાકમાં સ્વાદ પણ જળવાઈ રહે. રોગો
એલ્યુમિનિયમમાં રસોઈ કરવાથી આપણા શરીરમાં અનેક રોગો થાય છે. ઉદાહરણ તરીકે, યાદશક્તિની નબળાઇ, ડિપ્રેશન, મોં માં ચાંદા, અસ્થમા, એપેન્ડિસાઈટિસ, કિડની નિષ્ફળતા, અલ્ઝાઇમર, આંખની તકલીફ, ઝાડા તથા બીજા અનેક રોગો થાય છે.







0 Comments